ટંકારાના સરાયા ગામે કંપનીના લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી પટકાતાં યુવકનું મોત
ટંકારા તાલુકાના સરાયા ગામની સીમમાં સ્લોગન કંપનીના લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી નીચે પટકાતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ટંકારા તાલુકાના સરાયા ગામે સ્લોગન કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા રાહુલ રમેશભાઈ રાજપર (ઉ.વ.૨૭) નામનો યુવક કોઇ અગમ્ય કારણોસર સ્લોગન કંપનીના લેબર કવાટરના ત્રીજા માળેથી પડી જતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા ચાલુ સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.