મોરબીના રંગપર ગામે ગળેફાંસો ખાઈ પરણીતાનો આપઘાત
મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં પાવડીયારી સનવીસ સીરામીક ના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સીનીબેન અજય નાયક (ઉ.વ.૨૨) રહે-રંગપર ગામની સીમ પાવડીયારી સનવીસ સીરામીક ના લેબર કવાર્ટરમાં મોરબી મુળ રહે-ઝારખંડ વાળી સનવીસ સીરામીક ના લેબર ક્વાર્ટરમાં કોઇ કારણસર પોતે પોતાની જાતે ગળે ફાંસો ખાઇ લેતા પરણીતાનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.