Wednesday, April 16, 2025

મોરબી જિલ્લા પોલીસ દ્વારા અનુસુચિત જાતિ/ જનજાતિના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર મોરબી જિલ્લામાં વસવાટ કરતા અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિના ધોરણ ૧૦ કે તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના આગળના અભ્યાસ માટે અને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ કરી સારી કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે આે પોલીસ અધિક્ષક કચેરી, મોરબી ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર” નુ આયોજન કરવામાં આવેલ હતુ.

આ સેમિનારમાં સમગ્ર મોરબી જિલ્લામાંથી આશરે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ તથા વાલીઓ હાજર રહેલ હતા. જેઓને તજજ્ઞ રવિન્દ્ર બોરલે (આચાર્ય, જવાહર નવોદય વિદ્યાલય, મોરબી) નાઓ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પછી આગળ શુ અભ્યાસ કરી શકાય, પોતાના મનપસંદ વિષયમાં કારકિર્દી માટે કયા-કયા અવકાશ છે તે વિષયક તથા શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં ઉપલબ્ધ અલગ-અલગ પ્રોફેશનલ કોર્ષીસ વિશે વિગતવાર અને સચોટ માહિતી આપવામાં આવેલ. પી.એ.ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક, મોરબી દ્વારા હાજર વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે અને કેન્દ્ર અને રાજ્યની જાહેર સેવાઓ માટેની પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપેલ અને પ્રવર્તમાન સરકારની યોજનાઓ વિશે વિગતવારની જરૂરી જાણકારી આપવામાં આવેલ.

વી.બી.દલવાડી, નાયબ પોલીસ અધિક્ષક મોરબી દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે મુંજવતા પ્રશ્નો વિશે યોગ્ય માહિતી પુરી પાડેલ તથા કારકિર્દી ઘડતર દરમ્યાન નિર્ધારીત સ્થાન/લક્ષ્ય સુધી કઇ રીતે પહોંચી શકાય તે બાબતે સવિસ્તૃત માહિતી આપવામાં આવેલ તથા સાયબર અવેરનેશ બાબતે તેમજ મોબાઇલના ઉપયોગથી થતા લાભો અને ગેરલાભો બાબતે જરૂરી માહીતી આપી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પણ કારકિર્દીને લગત કોઇ પ્રશ્ન હોય તો પોલીસની મદદ માટે હંમેશા તૈયાર હોવાનું જણાવી સેમિનારને પૂર્ણ જાહેર કરેલ હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થી અને વાલીઓ દ્વારા સેમિનારના આયોજન બદલ મોરબી જિલ્લા પોલીસ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવેલ હતી. તેમજ, વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચ કારકિર્દી માટે સંકલ્પ લેવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ માટે રીફ્રેશમેન્ટની વ્યાવસ્થા કરવામાં આવેલ હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર