આવતીકાલે તારીખ ૧૨ એપ્રિલ હનુમાન જયંતી હોય અને યોગાનુયોગ હનુમાન જયંતી અને શનીવાર સાથે હોવાથી મોરબીના વિરપરડા ગામે સમસ્ત સાદરીયા પરીવાર દ્વારા ધુન ભજન અને મારૂતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં તારીખ ૧૧-૦૪-૨૦૨૫ ને ને શુક્રવાર ના રોજ સાંજના ૭:૩૦ કલાકે પ્રસાદ રાખેલ છે. તેમજ રાત્રે ૦૮ કલાકે ધુન ભજન રાખેલ છે.
જ્યારે તારીખ ૧૨-૦૪-૨૦૨૫ ને શનીવારના રોજ શ્રી હનુમાનજી જન્મોત્સવ ના પવિત્ર દિવસે મારૂતિ યજ્ઞ રાખેલ છે જેનો પ્રારંભ સવારે ૦૭:૦૦ કલાકે તથા મહાપ્રસાદ બપોરના ૧૧:૩૦ કલાકે તથા બિંડુ હોમવાનો સમય સાંજે ૦૩:૩૦ કલાક રાખવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષના યજ્ઞ (હવન) ના યજમાન સ્વ. નરભેરામભાઈ ભગવાનજીભાઈ સાદરીયા છે જેથી સાદરીયા પરીવાર તથા તમાંમ દિકરીઓને યજ્ઞમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
નોંધ:- આવતા વર્ષે યજ્ઞના યજમાન પદ માટેનો ચડાવો તા. ૧૧-૦૪-૨૦૨૫, શુક્રવાર ના રોજ સાંજે ૫-૩૦ કલાકે હનુમાનજી મહારાજના સાંનિધ્યમાં રાખવામાં આવેલ છે.
ભારત સરકારના રેલ્વે મંત્રાલયના રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા Group "D" (Level-1) नी એસ.એસ.સી./આઈ.ટી.આઈ./ડિપ્લોમા પાસ થયેલ હોય તેવા અને ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ઉમેદવારો માટે ૧૪ જેટલી અલગ અલગ ટેકનિકલ પોસ્ટની કુલ ૩૨,૪૩૮ જગ્યા માટેની ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી, જેમાં વેસ્ટર્ન ઝોન અમદાવાદ માટે ૪,૬૭૨ જેટલી અલગ...
ટંકારાની લક્ષ્મીનારાયણ નગર સોસાયટી -૦૫મા છેલ્લા કેટલાક દિવસોથી પાણી નહી મળતા મહિલાઓનુ ટોળુ ટંકારા નગરપાલિકા ખાતે ધસી આવ્યું હતું અને મહિલાઓએ થાળી વગાડી વિરોધ પ્રદર્શન કરી નિયમિત પાણી આપવા ચીફ ઓફિસરને રજુઆત કરી હતી.
રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ટંકારાની લક્ષ્મીનારાયણ નગર સોસાયટી-૦૫ માં છેલ્લા કેટલાક દિવસોથી પાણી...
અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત ‘પ્રોજેક્ટ અભિમન્યુ’માં સગર્ભા બહેનોના ગર્ભ સંસ્કાર થાય અને આવનારી પેઢીનું સારું નિર્માણ થાય તે માટે મોરબી જિલ્લાના દરેક તાલુકામાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આઈસીડીએસના દલડી સેજા હેઠળના ગાગીયાવદર ગામે શિવ મંદીર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ...