ટંકારા નજીક વાડીએ કુવામાં પડી ડૂબી જતાં સગીરાનું મોત
ટંકારાના અમરાપર રોડ થી જીવાપર જવાના રસ્તે ગોવિંદભાઈ અમરશીભાઈ લોની વાડીએ પગ લપસી કૂવામાં પડી ડૂબી જતાં સગીરાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારાના અમરાપર રોડ થી જીવાપર જવાના રસ્તે ગોવિંદભાઈ અમરશીભાઈ લોની વાડીએ રહેતા રામાભાઈ સંગાડ ની દિકરી તોલીબેન ઉ.વ. ૧૩વાળી તેઓના શેઠની વાડીએ બકરા માટે પાણી ભરવા માટે વાડીએ કુવાની બાજુમા આવેલ કુંડી ઉપર ચડી કુવામાથી પાણી ભરવા જતા અકસ્માતે પગ લપસી જતા કુવામા પડી જતા ડુબી જતા સગીરાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.