મોરબી: મોમાઈ ગોલાની દુકાન વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરાઈ
મોરબીના ગ્રીનચોક પાસે આવેલ મોમાઈ ગોલા દુકાનના દુકાનદારે દુકાનનો ભાડા કરાર નહી કરતા આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી મોરબી સીટી એ ડીવીઝન પોલીે કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન કલેકટરના જાહેરનામાનો ભંગ કરનાર દુકાનદારોની તપાસ કરતા મોરબી શહેરમાં ગ્રીનચોકમા ખોડાખવાસ શેરીમાં રહેતા નવઘણભાઈ ભીખાભાઈ રાતડીયા (ઉ.વ.૩૯) નામના ઇસમે પોતાની માલીકીની મોમાઇ ગોલા સીટી સર્વે કચેરીના શીટ નં-૧૨૬, સીટી સર્વે નં-૫૨૩૪ પૈકીની તથા વોર્ડ નં-૨ માં આવેલ મોમાઇ ગોલા દુકાનનો કોઇ ભાડા કરાર કરેલ ન હોય જેથી કલેક્ટરના હુકમ/ જાહેરનામાના ભંગ બદલ મળી આવતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.