હળવદમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ બીયરનો જથ્થો ઝડપાયો
હળવદ શહેરમાં બસ સ્ટેન્ડ પાછળ આરોપી ગીરીશભાઈ જગદીશભાઇ પરમારના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૬૫ તથા બીયર ટીન નંગ -૭૨ મળી કુલ કિં રૂ.૪૪૭૫૬ રૂપિયાનો મુદ્દામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ શહેરમાં બસ સ્ટેન્ડ પાછળ રહેતા ગીરીશભાઈ જગદીશભાઇ પરમારે પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૬૫ તથા બીયર ટીન નંગ -૭૨ મળી કુલ કિં રૂ.૪૪૭૫૬ નો વિદેશી દારૂ બીયરનો જથ્થો ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપીને ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.