મોરબી શહેરમાં મારામારીના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો
મોરબી શહેરમાં અવાર નવાર મારામારીના ગુન્હામા પકડાયેલ ઇસમને પાસા અટકાયત કરી ભાવનગર જેલ હવાલે મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવાર નવાર મારામારીના ગુન્હાઓમાં પકડાયેલ અસામાજીક ઇસમ પીન્ટુભાઇ નારણભાઇ અજાણા (ઉ.વ.૨૫) રહે.ધુનડા(સ) તા.ટંકારા જી.મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને જીલ્લા જેલ ભાવનગર ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.