Friday, April 25, 2025

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાનું કોમન એંટર્સ ટેસ્ટમાં ઝળહળતું પરિણામ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની ધો.5 ની 56 માંથી 40 બાળાઓએ CET પરીક્ષાના મેરીટમાં સ્થાન પ્રાપ્ત કર્યું

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓનું ઉત્તમ ઘડતર, ભણતર,ગણતર અને ચારિત્ર્યનું ચણતર થાય એ માટે વર્ષ દરમ્યાન શિક્ષણની સાથે સાથે શાળામાં અનેકવિધ સહ અભ્યાસીક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે .

જેમ કે બાળાઓ માટે રાણી લક્ષ્મીબાઈ સ્વ-રક્ષણની તાલીમ, એડોલેશન પ્રોગ્રામ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, વોકેશનલ ટ્રેનિંગ, મેડિકલ એસેસેમેન્ટ, રંગોત્સવ, રમતોત્સવ, એક્સપોઝર વિઝીટ, ટ્વીનિંગ પ્રોગ્રામ, એક ભારત શ્રેષ્ઠ ભારત,સાયન્સ સર્કલ,મેથ સર્કલ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, સાથે સાથે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા કોમન એંટર્સ ટેસ્ટ, જ્ઞાનસેતુ,જ્ઞાન સાધના, શિષ્યવૃત્તિ પરીક્ષા, ચિત્ર પરીક્ષા, જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા તેમજ NMMS નૅશનલ મિન્સ મેરેટી સ્કોલરશીપ એકઝામ વગેરે પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ હોંશભેર ભાગ લે છે.

જેમાં આ વર્ષે ધોરણ પાંચમા લેવાતી CEત પરીક્ષાનું ઝળહળતું પરિણામ મેળવી વિદ્યાર્થીનીઓએ શાળાને અનોખી સિદ્ધિ અપાવેલ છે તેમજ આ શાળાની તેજસ્વી બાળા પુષ્ટિ હિતેશભાઈ ભટ્ટે રાજય લેવલની પરીક્ષામાં 120 માંથી 82 માર્ક પ્રાપ્ત કરી જિલ્લામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવશાળી સિદ્ધિ અપાવેલ છે, શાળાના પાંચમા ધોરણની 56 વિદ્યાર્થીનીઓ પૈકી 40 વિદ્યાર્થીનીઓએ મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરવાની સુંદર સિદ્ધિ અપાવવા બદલ તમામ બાળાઓ તેમજ ધોરણ એકથી પાંચ દરમ્યાન ખુબજ મહેનત કરાવનાર શિક્ષકો નિકિતાબેન કૈલા, નિમિષાબેન ચાવડા, ગીતાબેન અંદિપરા, હીનાબેન ચાવડા, અલકાબેન કોરવાડિયા, અરવિંદભાઈ કૈલા, અશ્વિનભાઈ કલોલ, વગેરે બાલ વાટીકાથી ધો-૫ ના તમામ શિક્ષકો અને બાળકોને ઝળળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ ધન્યવાદ પાઠવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર