જુની ખીરઈ ગામે બે માથાભારે શખ્સોના ગેરકાયદેસર મકાન તોડી દબાણ દૂર કરતી માળિયા પોલીસ
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના શરીર સંબધી પ્રોહીબિશનના ગંભીર ગુનામાં સંડોવાયેલ બે આરોપીના જુની ખીરઈ ગામે ગેરકાયદેસર મકાન તોડી પાડી માળીયા મીયાણા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
માળીયા મી પોલીસ સ્ટેશનમાં શરીર સબંધી પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓએ જુની ખીરઇ ગામે સરકારી જમીનમાં ગેરકાયદેસર કબ્જો કરેલ હોય જેથી મામલતદાર માળીયા મી. નાઓના સંકલનમાં રહી માળીયા મી. તાલુકાના જુની ખીરઈ ગામે રહેતા આરોપી જાકીર ઉર્ફે જાકો હબીબભાઇ જેડા નાઓએ જુની ખીરઈ ગામે આવેલ મકાન સરકારી ખરાબાની સર્વે નંબર ૧૯૨ પૈકી વાળી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ/કબ્જો કરી આશરે ૮૦૦ ચોરસ મીટર જગ્યામાં મકાન બનાવેલ હોય તેમજ આરોપી અવેશભાઇ હબીબભાઇ જેડા નાઓએ જુની ખીરઈ ગામે સરકારી ખરાબાની સર્વે નંબર ૧૯૨ પૈકી વાળી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ/કબ્જો કરી આશરે ૬૦૦ ચોરસ મીટર સરકારી જગ્યામાં મકાન બનાવેલ બનાવેલ હોય જે બન્ને આરોપીઓના મકાન પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા મોરબી વિભાગ મોરબી તથા મામલતદાર માળીયા મીયાણા તથા જરૂરી પોલીસ રાખી મકાનો તોડી પાડી આશરે ૧૪૦૦ ચોરસ મીટર સરકારી જમીન ઉપર દબાણ દુર કરી કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.