મોરબી: છેલ્લા આઠ વર્ષથી દર મહિને પુષ્યનક્ષત્ર પર મોરબીમાં સૌથી વધુ બાળકોને ટીપા પીવડાવ્યા બાદ આ વખતે પણ રવિવારે રામ નવમી અને પુષ્યનક્ષત્રનું ઉત્તમ સંયોજન છે માટે આયુ જીવન આયુર્વેદ દ્વારા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે 06-04-2025 રવિવારે સવારે 10 થી 01 અને સાંજે 04 થી 06 શ્રી સોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી સ્વામિનારાયણ મંદિર ગેટ વાળી શેરી તથા પુજારા મોબાઈલ વાળી શેરી શનાળા રોડ મોરબી ખાતે ૭૯મો વિનામૂલ્યે આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાશે. સમગ્ર ગુજરાતમાં એક જ સ્થળે સૌથી વધુ બાળકોને ફ્રીમાં ટીપા પીવડાવવાનો રેકોર્ડ આ કેમ્પના નામે છે.
આ કેમ્પમાં જન્મ થી 12 વર્ષ સુધીના તમામ બાળકોને તથા પ્રેગ્નન્ટ લેડીઝને આ ટીપા વિનામૂલ્યે પીવડાવવામાં આવશે. જે લોકો પહેલી વખત આ કેમ્પમાં આવે તેમને ત્યાં સ્થળ પર જ સ્વયંસેવકોને કહી ગ્રુપમાં જોઈન્ટ થઈ જવું જેથી દર મહિનાની તારીખ તથા સ્થળ તમને મળતા રહે.
સુવર્ણપ્રાશનના ફાયદા : રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જે કોઈપણ રોગ સામે રક્ષણ આપે છે. જેથી કોઈપણ રોગ ઝડપથી આવતા નથી., પાચનતંત્ર મા સુધારો કરે છે, યાદશક્તિમાં વધારો કરે છે., ગુસ્સો તથા ચીડચીડીયા પણું ઓછું થાય છે., તાવ, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શનથી બચાવ કરે છે., શારિરીક તથા માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે., વાન ઉજળો કરે, તેજસ્વી તથા ચપળ બનાવે., આ ટીપા આયુર્વેદિક હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી.
મોરબી માળિયા હાઈવે રોડ ઉપર આવેલ ભરતનગર પાસે આવેલ કે.ડા. કારખાના નજીક કોઇ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રાજસ્થાનનો વતની સુરેશ સિંહ ધીરસિંહ રાવત (ઉ.વ.૨૭) નામના યુવકે મોરબી માળિયા હાઈવે રોડ ઉપર આવેલ ભરતનગર પાસે આવેલ કે.ડા. કારખાના નજીક કોઇ અગમ્ય કારણોસર પોતાની જાતે...
મોરબીના સોખડા ગામમાં આરોપી સામાજીક ન્યાય સમિતિના ચેરમેન હોય અને તેમના હોદ્દાનો દુર ઉપયોગ કરી ગામના રહિશોને હેરાન કરતા હોય જે યુવકના પીતાને પસંદ ન હોય જેથી આરોપીઓને સારૂ નહી લાગતા યુવકને લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના...
મોરબીના તાલુકાના ટીંબડી ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર ટ્રક ચાલકે બેફિકરાઈથી ટ્રક ચલાવી બાઈક હડફેટે લેતા પ્રકાશભાઈનુ મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરા મેઇન રોડ ખાદી ભંડાર કેન્દ્રની સામે શક્તિ મેડીકલ...