Monday, April 7, 2025

માળીયા કચ્છ હાઈવે પર ડમ્પરમાં અને એસટી બસ વચ્ચે સર્જાયો અકસ્માત: બે ઇજાગ્રસ્ત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા કચ્છ હાઈવે પર આરામ હોટલની સામે જી.ઓ પેટ્રોલપંપની બાજુમાં રોડ પર ડમ્પરમાં પાછળ એસટી બસ અથડાતા એક મુસાફર અને ડ્રાઈવરને ઈજા પહોંચી હતી. બનાવ અંગે એસટી ચાલક વિરુદ્ધ માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ પંચમહાલ જિલ્લામાં રહેતા અને એસ.ટી બસ કન્ડક્ટર તરીકે ફરજ બજાવતા જગતસિંહ ઉદેસિંહ મકવાણા (ઉ.વ‌.૫૫) એ આરોપી એસ.ટી બસ રજી.નં. GJ- 18- Z-1296 ના ડ્રાઇવર કનુભાઇ ભીમાભાઇ બારીયા રહે.હડપ મોરવા તા.મોરવા જી.પંચમહાલવાળા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળી એસ.ટી બસ રજી. નં.GJ-18-Z-1296 પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી આગળ જતા અજાણ્યા ડમ્પરના પાછળ ઠાઠાની સાઇડે બસનો ખાલી સાઇડનો ભાગ ભટકાડી બસમાં બેઠેલ મુસાફર પૈકી કૈલાશભાઇ મકનભાઇ પરમારને તથા પોતાને ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર