વાંકાનેરમાં LIC અને પોસ્ટ શાખાના એજન્ટના બેગની ચોરી
વાંકાનેર શહેરમાં આધેડ LIC અને પોસ્ટ શાખાના એજન્ટ હોય અને આધેડ પોતાના ગ્રાહકોના પ્રિમીયમ રકમ તથા સાહેદોના પાસબુક, એટીએમ કાર્ડ, ચેકબુક ભરેલ બેગ લઈને વાંકાનેર ગયેલ ત્યાં કોઈ અજાણ્યો ચોર ઈસમ બેગ ચોરી કરી લઇ ગયો હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં પ્રતાપપરા શેરી નં -૦૧ રહેતા જયેશભાઇ મુગંઠલાલ મહેતા (ઉ.વ.૫૩) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી એલ.આઇ.સી તથા પોસ્ટ શાખાના એજન્ટ હોઇ અને ફરીયાદી પોતાના ગ્રાહકોના પ્રિમીયમની રકમ ૩૦,૯૦૦/- તથા સાહેદોની પાસબુક,ATM કાર્ડ, ચેકબુક, તથા F.D. ના કાગળો સાથેનો ભરેલ બેગ લઈને પોસ્ટ ઓફીસ વાંકાનેર ગયેલ ત્યા માર્કેટ ચોક પાસે આવેલ પોસ્ટ ઓફીસના રાયટીંગ ટેબલ ઉપરથી આરોપીએ ફરીયાદીની નજર ચુકવી બેગ ઉઠાંતરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.