વાહ : ગોર ખીજડીયા ગ્રામ પંચાયત દ્વારા સતત ત્રીજા વર્ષે પણ ૧૦૦% વેરા વસૂલાત
મોરબી જીલ્લામાં પાંચ તાલુકાના ૩૬૩ ગ્રામ પંચાયતમાં સતત ત્રીજા વર્ષે મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગ્રામ પંચાયત દ્વારા ૧૦૦% વેરાની વસુલાત કરી છે.
મોરબી જિલ્લામાં ઘણી બધી ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટી કમ મંત્રીઓ ૫૦% પણ વેરા વસૂલાત કરવામાં નિષ્ફળ નીવડે ત્યારે ગોર ખીજડીયા ગામના સરપંચ અને તલાટી મંત્રી સહિત ગ્રામજનોની વેરા ભરવાની જાગૃતતા ને કારણે એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે.મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે હાલ ચાલી રહેલ ક્રોપ કટિંગ સર્વેમા ૧૦૦% કામગીરી પૂર્ણ કરી સતત ત્રીજા વર્ષે ૧૦૦% પંચાયત વેરા વસુલાત કરવામાં આવેલ છે. જે બદલ હવે સરકાર તરફથી અંદાજે રૂ.5 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મળવાની છે. આ ગ્રાન્ટ હવે ગ્રામ પંચાયતોને સ્વંભડોળમાં કામ લાગવાની છે.