મોરબીમાં દિકરાએ અલગ રહેવા જવાની ના પાડતા માતાએ ઝેરી ટીકડા ખાય કર્યો આપઘાત
મોરબીના શનાળા રોડ પર ચિત્રકુટ સોસાયટીમાં રહેતા પ્રૌઢ મહિલાને તેના દિકરાએ અલગ રહેવા જવાની ના પાડતા મનમાં લાગી આવતા ઘઉંમા નાખવાના ટીકડા ખાઇ જતા સારવાર દરમ્યાન પ્રૌઢ મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર ચિત્રકુટ સોસાયટીમાં શેરી નં -૦૩ અવધ એપાર્ટમેન્ટ બ્લોક નં -૧૦૧ મા રહેતા વનિતાબેન બાબુભાઈ કાંજીયા (ઉ.વ.૫૯) ને પોતાના દિકરાથી અલગ રહેવા જવાની જીદ કરતા હોય અને તેમના દિકરાએ તેની માતા વનિતાબેનને અલગ રહેવા જવાની ના પાડતા મનમાં લાગી આવતા વનીતાબેને પોતાની જાતે બાથરૂમમાં ઘઉંમાં નાખવાના ટીકડા ખાઇ લેતા સારવાર દરમ્યાન પ્રૌઢ મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.