Tuesday, April 1, 2025

તાનાશાહી : મુખ્યમંત્રી મોરબી પહોંચે તે પહેલા કોંગ્રેસ આગેવાનોને કરાયા નજર કેદ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજે વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત માટે મુખ્યમંત્રી મોરબી પધારી રહ્યા છે તે પહેલાં ભાજપ ડરી ગઈ છે અને લોક પ્રશ્નો માટે મુખ્યમંત્રીને મળવા જાય તે પહેલાં ગઈકાલે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર પ્રમુખ સહિતનાને આગેવાનોને નઝર કેદ કરી દેતા લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

મોરબીમાં આજે બપોરે બે વાગ્યે વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત માટે મુખ્યમંત્રી પધારી રહ્યા છે તેમના માટે ખાસ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગયકાલે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા કોંગ્રેસના આગેવાનોને સાથે રાખી એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં મોરબી જીલ્લામાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તથા અસામાજિક તત્વો અને ભુમાફીયાઓનો ત્રાસ તેમજ ૪૫ ડી હેઠળ થયેલા કામોમાં કૌભાંડ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને રુબરુ મળી રજૂઆત કરવા જવાન હતા ત્યારે મુખ્યમંત્રી મોરબી પોહચે તે પહેલાં જ મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિત કોંગ્રેસના આગેવાનોને મોરબી પોલીસ દ્વારા નજર કેદ કરવામાં આવ્યા છે મોરબી જીલ્લા ભાજપ જાણે ડરી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. મુખ્યમંત્રી ઠપકો આપે તે પહેલાં કોંગ્રેસના આગેવાનોને નજર કેદ કરવામાં આવ્યા છે તેમજ રાજીવ ગાંધી પંચાયતી રાજના પ્રમુખ કાંતિલાલ બાવરવાને પણ નજર કેદ કરાયા છે. પોલીસને સિવીલ ડ્રેસમાં ડ્યુટી સોંપી અને કોંગ્રેસના આગેવાનોને નજર કેદ કરવા માટે મોકલ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર