મોરબી 602 જમીન કૌભાંડમાં વૃદ્ધને ન્યાય આપવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સના ચેરમેને CM અને ગૃહમંત્રીને કરી રજૂઆત
મોરબીના ચકચાર જમીન કૌભાંડમાં વજેપર સર્વે નં -૬૦૨ થયેલ કૌભાંડની ફરીયાદ લેવામાં આવી જેમાં અસંતોષ જણાતા અનેક રજુઆતો પણ કરી હતી જેથી જમીનના મૂળ માલિક ભીમજીભાઈ નકુમે ન્યાય માટે મોરબી જિલ્લા ઈન્ટરનેશનલ હયુમન રાઈટસના ચેરમેન જયદીપ પાંચોટીયા (એડવોકેટ) નો સંપર્ક કર્યો હતો જેથી કરીને ઈન્ટરનેશનલ હયુમન રાઈટસના ચેરમેન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભઈ સંઘવી અને ડીજીપી ને લેખિતમાં રજૂઆત કરીને આ કૌભાંડની તટસ્થ અને તાત્કાલીક ધોરણે તપાસ કરાવા માંગ કરી છે.
મોરબી જિલ્લા ઈન્ટરનેશનલ હયુમન રાઈટસના ચેરમેન જયદીપ પાંચોટીયાએ રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ડીજીપીને લેખીતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે ભીમજીભાઈ બેચરભાઈ નકુમના વડવાની મોરબી શહેર મધ્ય વજેપર ગામના સર્વે નં.૬૦૨ ની કરોડોની કીમતી જમીન આવેલ હોય અને આ જમીનમાં તલાટી મંત્રી સમક્ષ બોગસ અને ખોટા પંચ સાથે ખોટા વ્યકિત ઉભા કરી ભોગ બનનાર ના સ્વ.પિતાના નામનો બોગસ વારસાઈ આંબો બનાવવામાં આવેલ અને આવા બનાવટી અને બોગસ વારસાઈ આંબાને આધારે ખેતીની જમીનમાં ખોટા મરણના દાખલા અને ખોટા વારસાઈ આંબાને આધારે ફરીયાદિની માલીકી અને કબ્જા ભોગવટાની ખેતીની જમીનમાં શાંતાબેન મનજીભાઈ પરમારનું નામ દાખલ કરવા અંગે વારસાઈ નોંધ દાખલ કરવામાં આવેલ અને આવી નોધ ની જાણ થતા ફરીયાદી દ્વારા તાત્કાલીક ધોરણે ખોટી વારસાઈ નોંધ સામે તકરાર મોરબી પ્રાંત અધિકારી સમક્ષ લાવેલ.
ત્યારબાદ આ કેસમાં મોરબીના પ્રાંત અધિકારી દ્વારા ભોગ બનનારના તમામ આધાર-પુરાવાઓને ધ્યાને લેવાને બદલે બોગસ અને બનાવટી વ્યક્તિની વારસાઈ નોંધ મંજુર કરતો હુકમ કરવામાં આવ્યો હતો અને તેના આધારે ૭×૧૨, ૮-અ તે શાંતાબેનના નામનો મામલતદાર દ્વારા શરૂ કરી આપવામાં આવેલ છે અને આવા બોગસ ૭×૧૨, ૮-અ નો આધાર લઈ સાગરભાઈ અંબારામભાઈ ફુલતરીયાએ પોતાના નામનો સબરજીસ્ટાર કચેરીમાં દસ્તાવેજ કરાવી લીધેલ છે. જેથી કરીને બોગસ વારસાઈ, પ્રાંત અધિકારીના હુકમ અને દસ્તાવેજની વેચાણ નોંધ સ્થગિત કરવાનો હુકમમોરબીના કલેકટર દ્વારા આપવામાં આવ્યો હતો એટલું જ નહીં કલેકટર દ્વારા આ કૌભાંડ અંગેનો તટસ્થ અને વાસ્તવિક રીપોર્ટ સરકારમાં સોંપવામાં આવ્યો હતો.
જ્યારે વધુમાં ભોગ બનનારે જણાવ્યું હતું આ વજેપર સર્વ નંબર -૬૦૨ કૌભાંડ અંગે તમામ આરોપીઓની નામ જોગ ફરિયાદ આપવામાં આવી હતી પંરતુ મોરબી પોલીસ દ્વારા કોઈપણ જાતના કાયદાકીય પગલા લેવામાં આવેલ ના હોય જેથી ભોગ બનનાર દ્રારા મુખ્યમંત્રી ગૃહમંત્રી તેમજ ડી.જી.પી. ને લેખીત ફરીયાદ આપેલ હોય ત્યારબાદ મોરબી પોલીસ દ્વારા ભોગ બનનારની લેખીત ફરીયાદ મુજબની ફરીયાદ લીધેલ નહિ અને આરોપીઓના બચાવ થાય તેવી ફરીયાદ લેવામાં આવેલ.જે ફરીયાદ અન્વયે તાત્કાલીક ધોરણે ભોગબનનાર દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હોવાથી પોલીસે ફરીયાદ તો લીધી પરંતુ આરોપીઓનો બચાવ થાય તેવી ફરીયાદ લીધી. જેથી ફરીયાદ સામે પણ ફરિયાદી અસંતોષ વ્યક્ત કર્યો હતો. અને એસપીની ભૂમિક શંકાસ્પદ હોવાનો ગંભીર આક્ષેપ કરેલ છે. અને ડીજીપીની દેખરેખ હેઠળ આ કૌભાંડની તપાસ કરવામાં આવે તેવી માંગ કરેલ છે.
જ્યારે આ ગુનાના કામે હજુ સુધી કોઈ આરોપીને પકડવામાં આવેલ નથી. જેથી શંકા ઉત્પન્ન થાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જેથી કરીને આ કૌભાંડની તપાસ એસએમસી ને સોંપવાનો હુકમ કરવામાં આવે તેવી માંગ કરીને આ જમીન કૌભાંડમાં સંડોવાયેલ ઉચ્ચકક્ષાના અધિકારીઓ, દલાલો અને અસામજીક તત્વોની મિલીભગત બહાર લાવવામાં આવે તેવી લેખિત રજૂઆત કરી માંગ કરવામાં આવી છે.