ટંકારાના દેવળીયા(ઓટાળા)ગામે ચક્કર આવતા પડી ગયેલ ૧૮ વર્ષીય યુવતીનું મોત
ફોરેન્સિક પીએમના અહેવાલમાં ઝેરી અસરથી મૃત્યુ થયાનું સામે આવ્યું, પોલીસ તપાસ શરૂ.
ટંકારા તાલુકાના દેવળીયા ગામે હર્ષદભાઈ ઘોડાસરાની વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના કોસારીયા ગામના ખેત-શ્રમિક પરિવારની ૧૮ વર્ષીય પુત્રી શારદીબેન રતનભાઇ મોંદાભાઇ રાઠવા વાડીએ કોઈ કારણોસર ચક્કર આવીને પડી જતા ટંકારાની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરી હતી, ત્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવારમાં મોરબી સરકારી હોસ્પિટલમાં લાવતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે જોઈ તપાસી યુવતીને મૃત જાહેર કરી હતી.
જેથી મૃતક શારદીબેન રતનભાઇ મોંદાભાઇ રાઠવાની ડેડબોડી ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે ફોરેન્સિક અહેવાલમાં યુવતીનું મૃત્યુ ઝેરી અસરને કારણે થયું હોવાનું સામે આવ્યું હતું, હાલ ટંકારા પોલીસે યુવતીના મૃત્યુ અંગે અ. મોતની નોંધ કરી ઉંડાણપૂર્વક તપાસની તજવીજ હાથ ધરી છે.