ટંકારાના ગણેશપર ગામે જૂની બોલાચાલીનો ખાર રાખી ખેડૂત ઉપર પાંચ શખ્સોનો હુમલો
ટંકારના ગણેશપર ગામે બે વર્ષ અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી ખેડૂતને વારાફરતી પાંચ શખ્સો દ્વારા લાકડી અને ઢીકાપાટુથી માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા, સમગ્ર બનાવ મામલે ખેડૂતે ટંકારા પોલીસ સમક્ષ પાંચેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ની તજવીજ હાથ ધરી છે.
ટંકારા તાલુકાના ગણેશપર ગામે રહેતા બળવંતભાઈ દેવજીભાઈ દેવડા ઉવ.૪૮ એ ગણેશપર રહેતા પાંચ જેટલા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી ધર્મેશભાઇ મુળજીભાઇ ભાગીયા, મુળજીભાઇ હિરાભાઇ ભાગીયા, મનસુખભાઈ ભગવાનજીભાઈ ભાગીયા, ચુનીલાલ ત્રીભોવનભાઇ ભાગીયા તથા પ્રફુલભાઇ અમરશીભાઇ ભાગીયા તમામ રહે ગણેશપર ગામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરિયાદી બળવંતભાઈને બે વર્ષ આગાઉ આરોપી ધર્મેશભાઈ અને મુળજીભાઈ સાથે પર્સનચાયતની જમીનમાં ફેનસિંગ મારવા બાબતે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી ગઈ તા.૧૬/૦૩ના રોજ બળવંતભાઈ પોતાના ખેતરેથી મોટરસાયકલ ઉપર ઘરે આવતા હોય ત્યારે ગણેશપરના પાદરે આરોપી ધર્મેધ દ્વારા મોટર સાયકલ આડું નાખી ગાળો આપી ઝઘડો કરવા લાગ્યા તે દરમિયાન અન્ય આરોપી મુળજીભાઈ અને મનસુખભાઇ લાકડીઓ લઈને આવી ત્રણેય ભેગા થઈ બળવંતભાઈને માર મારી જતા રહ્યા હોય જે બાદ આરોપી ચુનીલાલ અને પ્રફુલભાઈએ આવી બળવંતભાઈને માર માર્યો હતો. ત્યારે આજુબાજુ વાળાએ વધુ મારથી છોડાવ્યો હતો, આ દરમિયાન આરોપી ધર્મેશભાઈએ આવીને જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હોય, ત્યારે થયેલ ઇજાઓને કારણે બળવંતભાઈને સારવાર માટે પ્રથમ ટંકારા બાદ મોરબી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે હોસ્પિટલના બિછાનેથી બળવંતભાઈએ તમામ પાંચેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
