Wednesday, March 19, 2025

ટંકારા:ચાલુ ટ્રેક્ટરે કૂદકો મારતા ટ્રેક્ટર-ટ્રોલીનું વ્હીલ માથા ઉપર ફરી વળતા ચાલકનું મૃત્યુ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારાના અમરાપર રોડ ઉપર પુરપાટ ચાલતા ટ્રેક્ટર ઉપર ચાલકે કાબુ ગુમાવતા, ટ્રેક્ટર રોડ સાઈડમાં ઉતરી ગયું હતું. ત્યારે ચાલુ ટ્રેક્ટરમાંથી કૂદકો મારતા ટ્રેક્ટર-ટ્રોલીનું વ્હીલ ચાલકના માથા ઉપર ફરી વાળતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે ટ્રેક્ટરમાં સવાર અન્યને કમરના ભાગે ઇજાઓ થઈ હતી.

ઉપરોક્ત અકસ્માત મામલે ટ્રેક્ટરમાં સવાર ભુરસીંહ રામસીંગ અજાનંદા ઉવ.૨૬ મૂળ મધપ્રદેશન વતની હાલ રહે. ટંકારા ના અમરાપર રોડ ઉપર રાજેશભાઈની વાડી વાળાએ મૃતક ટ્રેક્ટર રજી.નં. જીજે-૩૬-એલ-૪૫૧૪ના ચાલક આલમસિંહ ભુરસિંહ અલાવા ઉવ.૨૪ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા અનુસાર ગઈ તા.૧૪/૦૩ના રોજ સવારના નવેક વાગ્યે ફરિયાદી ભુરસિંહ અને મૃતક આલમસિંહ ટ્રેક્ટરમાં જતા હોય ત્યારે આલમસિંહે ઉપરોક્ત ટ્રેક્ટર પુરપાટ ઝડપે ચલાવીને જતા હોય તે દરમિયાન કોઈ કારણોસર ટ્રેક્ટર ઉપર કાબુ ગુમાવતા ટ્રેક્ટર રોડ સાઈડમાં ઉતરી ગયું હતું, તે દરમિયાન ચાલક આલમસિંહ ચાલુ ટ્રેક્ટરે કૂદકો મારીને બચવા જતો હોય ત્યારે ટ્રેક્ટરની ટ્રોલીનું વ્હીલ આલમસિંહના માથા ઉપર ફરી વળ્યું હતું, જેથી ટ્રેક્ટર ચાલક આલમસિંહ નું સ્થળ ઉપર કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ભુરસિંહને કમરના ભાગે ઇજાઓ પહોચી હતી, ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ મામલે ટંકારા પોલીસે મૃતક ટ્રેક્ટર ચાલક ભુરસિંહ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર