મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ દંડની કાર્યવાહી
પ્રતિબંધિત પ્લાસ્ટિક, ગંદકી અને જાહેરમાં મૂત્રવિસર્જન કરનારાઓ સામે કડક કાર્યવાહી, કુલ રૂ. ૨૫,૫૦૦/- દંડ વસૂલાયો.
મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તા.૧૨ માર્ચ થી ૧૮ માર્ચ સુધી શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ, ગંદકી ફેલાવનારાઓ અને જાહેરમાં મૂત્રવિસર્જન કરનારાઓ સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન કુલ ૮૯ આસામી પાસેથી રૂ.૨૫,૫૦૦/- દંડ વસૂલવામાં આવ્યો હતો.
મોરબી મહાનગરપાલિકા નાયબ કમિશ્નર(પ્રોજેક્ટ)ની યાદીમાં જણાવ્યા અનુસાર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરમાં તા. ૧૨/૦૩ થી ૧૮/૦૩ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ ૨૯ આસામી પાસેથી રૂ. ૧૪૬૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ તથા ગંદકી કરતા ૪૩ આસામી પાસેથી રૂ. ૮૯૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ. આ ઉપરાંત જાહેરમાં મૂત્ર વિસર્જન કરવા બદલ ૧૧ આસામીઓ પાસેથી રૂ. ૧૨૦૦/- તેમજ જાહેરમાં કચરો સળગાવતા ૬ આસામીઓ પાસેથી રૂ. ૮૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.