મોરબીના રફાળેશ્વર ગામે ઘરે પડી જતા ૧૬ વર્ષીય સગીરનું મૃત્યુ
મોરબીના રફાળેશ્વર ગામે ૧૬ વર્ષીય સગીરનું શંકાસ્પદ મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં રફાળેશ્વર ગામે ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતા હરપાલસિંહ શકિતસિંહ બટુકસિંહ ઝાલા ઉવ.૧૬ ગઈ તા.૧૫/૦૩ ના રોજ પોતાના રહેણાંક મકાનમાં પોતાની મેળે પડી જતા મૃતક હરપાલસિંહને પગમાં ઇજા થઈ હતી,
જેથી તેની સારવાર લેવા માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, જ્યાં સારવારમાં આવેલ સગીરનું કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મોરબી તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી, ક્યાં કારણોસર મૃત્યુ નીપજ્યું જે જાણવા પીએમ સહિતની કામગીરી હાથ ધરી આગળની તપાસ ચલાવી છે.