માળીયા ના વવાણીયા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો
માળીયા તાલુકાના વવાણીયા ગામે આવેલ આ કામના આરોપીના રહેણાંક મકાનમાંથી તથા એકટીવા માંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલીસે પ્રોહીબીશન મુજબનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે
આ અંગે મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના ગામે આ ગામના આરોપી સાગર ઉર્ફે ઠુંઠો રમૈયાભાઈ સવસેટા ના ભોગવટા વાળા રહેણાંક મકાનના રૂમમાં તથા એકટીવા મોટરસાયકલ માં ગેરકાયદેસર ભારતીય બનાવટ ના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ ની નાની મોટી વિસ્કી ની કાચની બોટલ નંગ 232 કિંમત રૂપિયા 1,28,472 તથા મોટરસાયકલ કિંમત રૂપિયા 20,000 આમ કુલ ₹1,48,472 નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે ત્યારે આરોપી હાજર ન મળી આવતા તેની શોધખોળ શરૂ કરી છે