મોરબી શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા માં બાપ વિહોણી તેમજ નિરાધાર દિકરીઓનો પ્રથમ સમૂહલગ્નનું ફાગણ વદ-૨ તા. ૧૬-૦૩-૨૦૨૫, ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીના ગ્રાઉન્ડમાં શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા
ફાગણ વદ-૨ તા. ૧૬-૦૩-૨૦૨૫, ને રવિવારના રોજ પ્રથમ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માં બાપ વિહોણી તેમજ નિરાધાર 5 દિકરીઓનો પ્રભુતામાં પગલાં પાડશે
આ સમૂહલગ્નમા દાતાઓના સહયોગથી દીકરીઓને કરીયાવરમાં સોના ચાંદીના આભૂષણોથી લઈ જીવનજરૂરીઆતની કિંમતી 111 ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવશે. આ સમૂહલગ્નમાં 5 યુગલો લગ્નગ્રંથીથી જોડાશે જેને સંતો મહંતો, રાજકીય આગેવાનો,સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને આશીવચન પાઠવશે.આ સમૂહલગ્નને સફળ બનાવવા ભુવા પ્રદીપભાઈ ચાવડા, ડો.ગણેશ નકુમ, મનસુખભાઇ સોનગ્રા સહિત આવાસની મેલડી યુવા ગ્રુપના કાર્યકરોની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
હળવદ પોલીસને મળેલ બાતમીને આધારે તાલુકાના રાયધ્રા ગામની સીમમાં આવેલ મહાદેવભાઈ દેત્રોજાની વાડીમાં રેઇડ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે વાડીમાંથી ૨૦૦ લીટર દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો કિ.રૂ.૫ હજાર તેમજ ૫૦ લીટર દેશી દારૂનો જથ્થો કિ.રૂ.૧૦ હજાર મળી આવ્યો હતો.
જ્યારે રેઇડ દરમિયાન આરોપી મહાદેવભાઈ કાળુભાઇ દેત્રોજા હાજર...
મોરબીના રફાળેશ્વર ગામે ૧૬ વર્ષીય સગીરનું શંકાસ્પદ મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં રફાળેશ્વર ગામે ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતા હરપાલસિંહ શકિતસિંહ બટુકસિંહ ઝાલા ઉવ.૧૬ ગઈ તા.૧૫/૦૩ ના રોજ પોતાના રહેણાંક મકાનમાં પોતાની મેળે પડી જતા મૃતક હરપાલસિંહને પગમાં ઇજા થઈ હતી,
જેથી તેની સારવાર લેવા માટે મોરબી સરકારી...