કલર કામ ચાલતા મકાનની સાફસફાઈ કરતા પાણી શેરીમાં ઢોળાતા ૪ શખ્સોએ યુવકને માર માર્યો
મોરબીના વાંકાનેર તાલુકાના ભાટિયા સોસાયટીમાં મકાનનું કામ ચાલી રહ્યું હોય ત્યારે મકાનની સાફ-સફાઈ કરતા પાણી શેરીમાં ઢોળાતા ચાર જેટલા શખ્સોએ ૨૦ વર્ષીય યુવકને માર માર્યો હતો તે બાબતે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે
ત્યારે આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ આ કામના ફરિયાદી આસીફરજા સાકીરહુસેન શેખ રહે ભાટિયા સોસાયટી જલારામ જીન પાછળ ત્રણ માળીયા વાંકાનેર વાળા ને પોતાના મકાનનું કલર કામ ચાલતું હોય અને મકાન પાણીથી સાફ કરતા હોય ત્યારે મકાનનું પાણી શેરીમાં જતા આ કામના આરોપી રહેમતબેન ઝાફરાણી એ કહેલ કે પાણી શેરીમાં આવવું જોઈએ નહીં તેમ કહી ગાળો દેવા લાગેલ બાદ આરોપી મોસીન ઝાફરાણી, તથા ફિરોજભાઈ ઝાફરાણી તેમજ રહેમતબેન સહિતનાઓએ આ કામના ફરિયાદીને કાઠલો પકડીને શરીર વિજા પહોંચાડેલ બાદ થોડીવારમાં ફરિયાદીના ભાઈ સાહેબ તહેસીલરજા ત્યાં આવતા આરોપી અરબાજ કાફી એ ઝપાઝપી કરી આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે આ સમગ્ર મામલે ફરિયાદી એ વાંકાનેર સિટી પોલીસ પોથકમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે ફરિયાદના આધારે વાંકાનેર સિટી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે