Friday, March 14, 2025

મોરબીના મચ્છુ ડેમ નજીક દારૂની રેડ: 700 લિટર આથા અને દારૂ સાથે એક પકડાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં આવેલ મચ્છુ-2 ડેમ નજીક પોલીસે દેશી દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 700 લિટર આથો મળી આવ્યો હતો અને 450 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 1,07,500 નો મુદામાલ કબજે કરેલ છે અને એક શખ્સની ધરપકડ કરેલ છે અને અન્ય એક વ્યક્તિ ને પકડવા તજવીજ હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં નીરુ વિસ્તારમાં મચ્છુ-2 નદી ની પટ નજીક અવાવરું જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 700 લિટર આથો તથા 450 લીટર દેશી દારૂ અને મુદ્દામાલ મળી આવતા પોલીસે 1,07,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી વિશાલ કાનાભાઇ ઉઘરેજા/કોળી ઉ.વ.19 રહે.લીલાપર ગામ તા.જી.મોરબી મુળ ગામ સરંભડા તા.હળવદ જી.મોરબી વાળાની ધરપકડ કરી હતી અને કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઇ દેગામા/કોળી રહે.લીલપર ગામ તા.જી.મોરબી વાળો સ્થળ ઉપર હાજર ન હોવાથી હાલમાં પોલીસે બંને શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે અને કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઇ દેગામાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર