વાંકાનેર: વીજ કનેક્શન કાપ્યાનો ખાર રાખી વીજ કર્મચારીઓને ધમકી આપનાર ત્રણ વિરુદ્ધ ફરિયાદ
વાંકાનેરમાં વાંકીયા રોડ ઉપર વીજ કર્મચારીઓને ઉભા રાખી વાડીનું વીજ જોડાણ કેમ કાપી નાખ્યું તેમ કહી વાંકાનેર રૂરલ ડિવિઝનમાં ફરજ બજાવતા પીજીવીસીએલના વિદ્યુત સહાયક અને લાઈનમેન સાથે ઝપાઝપી કરી ગાળો આપી અને માર મારવાની ધમકી આપનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ રાજ્ય સેવકની ફરજમાં રુકાવટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મૂળ બોટાદ રાજપૂત શેરીના રહેવાસી હાલ વાંકાનેર ભાટીયા સોસાયટીમાં ભડેના મકાનમાં રહેતા હરપાલસિંહ નિર્મલસિંહ ગોહિલ ઉવ.૩૮ કે જેઓ પીજીવીસીએલમાં વાંકાનેર રૂરલ-૧ ડિવિઝનમાં વિદ્યુત સહાયક તરીકે ફરજ બજાવે છે, ત્યારે ગઈકાલ તા.૧૨/૦૩ના રોજ પોતાની પીજીવીસીએલની ફરજ ઉપર હોય ત્યારે હરપાલસિંહ તથા તેમની સાથે આસિસ્ટન્ટ લાઈનમેન સહદેવગીરી બાકી વીજ બીલના રૂપિયા ઉઘરાવવાના કામ સબબ જતા હોય તે દરમિયાન વાંકાનેર વાંકીયા રોડ ઉપર પહોચ્યા હોય ત્યારે રાતીદેવરી ગામમાં રહેતા આરોપી મહમદફરીદ ઉસમાનભાઈ કડીવાર નામના ઇસમે બંને વીજ કારમાવહારીને ઉભા રાખી કહેલ કે ગઈકાલે વાડીનું વીજ જોડાણ કેમ કાપી નાખ્યું ? જેથી વીજ કર્મચારી દ્વારા કહ્યું કે વીજ બીલ ન ભર્યાને કારણે વીજ જોડાણ કાપી નાખ્યું છે, તેમ કહેતા ઉશ્કેરાયેલ આરોપીએ બંને વીજ કર્મચારીઓને અપશબ્દો આપી ઝપાઝપી કરવા લાગ્યા તે દરમિયાન આરોપીના સંબંધી કડીવાર ગુલાબમોયુદિન તથા કડીવાર યુસુફભાઈ ત્યાં આખી તે પણ બન્ને વિજકર્મચારીને ઊંચા અવાજે ગાળો આપવા લાગ્યા હોય અને માર મારવાની ધમકી આપતા હોય ત્યારે સ્થળ ઉપર પોલીસને બોલાવી, ત્રણેય આરોપી મહમદફરીદ ઉસમાનભાઈ કડીવાર, આરોપી કડીવાર ગુલાબમોયુદિન આહમદભાઈ તથા કડીવાર યુસુફભાઈ આહમદભાઈ એમ ત્રણ આટોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
