મોરબીના લીલાપર રોડ પર સ્પા સંચાલક યુવાનનું શંકાસ્પદ મોત!
યુવાને બહુમાળી બિલ્ડીંગ ઉપરથી પડતું મૂક્યું કે પછી પડી ગયો કે પછી કોઈએ તને ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો તે બાબતે પોલીસે તપાસ આદરી..
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલા સ્મશાન ઘાટની સામેની એક બહુમાળી સોસાયટીમાં જે તે વખતે સ્પાનું સંચાલન કરતા એક યુવાનો છત ઉપરથી પડી જવાથી શંકાસ્પદ મોત થતા મોરબી પોલીસ હરકતમાં આવીને આ દિશામાં તપાસ હાથ ધરી છે કે યુવાન છત્ત પરથી પડી ગયો છે કે તેને પાડી દેવામાં આવ્યું છે? આ ઘટના સામે આવી છે.
થોડા સમય પહેલા મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝા નામના એક બહુમાળી બિલ્ડીંગમાં સ્પા ચલાવતા યુવાન સંજય ગરચર પર મોરબી પોલીસે દેહ વેપારનો ધંધો કરતા હોય તેના આધારે રેડ કરીને કાર્યવાહી બાદ જેલ હવાલે કર્યા હતા અને આ સંજય આપભાઈ ગરચર નામનો યુવાન હજુ પરમદિવસે જ લાંબા સમય બાદ જેલમાંથી છૂટ્યો હોય અને એના બાદ તે લીલાપર રોડ પર સ્મશાનની સામે આવેલ એક બહુમાળી બિલ્ડીંગો વાળી સોસાયટીના કોઈ એક બિલ્ડીંગ ઉપરથી નીચે પડીને મોતને ભેટીયો તેવા સમાચારો હાલ મળી રહ્યા છે અને તેમને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ગઈ કાલે લઇ જવાયો હતો ત્યારે સુત્રો પાસે થી મળતી માહિતી મુજબ આ મોત શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. મોરબી આસપાસ છેલ્લા ઘણા સમયથી મસાજ પાર્લરો વધી ગયા છે ત્યારે મસાજ પાર્લર સાથે જોડાયેલી યુવતીઓ અને યુવાનોના શંકાસ્પદ પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય છે
આ અંગે જાણવા મળે વિગતો પ્રમાણે સંજય આપભાઈ ગરચર નામના (ઉં.42)યુવાને બહુમાળી બિલ્ડીંગ ઉપરથી પડતું મૂક્યું કે પછી પડી ગયું કે પછી કોઈ તને ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો તે અંગે મોરબી પોલીસ તપાસ ચલાવી રહી છે ત્યારે ભૂતકાળમાં પણ આવા બનાવો બન્યાની હાલ ચર્ચા ચાલી રહી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે તેની યોગ્ય તપાસ થાય તે જરૂરી છે.