ગીતાંજલિ વિદ્યાલયમાં ફાયર વિભાગ અને અધિકારીઓ દ્વારા ફાયર સેફટી અંગે માર્ગદર્શન અપાયું
મોરબીના સનાળા રોડ ઉપર આવેલી ગીતાંજલી વિદ્યાલયમાં આજે મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયરના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ફાયર સેફટી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ફાયરના તમામ ઇક્વિપમેન્ટ અને ફાયરની ઘટના સમયે શું સાવધાની રાખવી અને કયા પગલાં ભરવા તે બાબતે માહિતી આપવામાં આવેલ હતી સાથે ખાસ કરીને આગ લાગે ત્યારે વિદ્યાર્થીએ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ બાબતે સંપૂર્ણ માહિતી આપી તથા ફાયર સેફ્ટીના જે સાધનો હોય એ સાધનોને કેવી રીતે ઉપયોગ કરવો એ બધી પ્રેક્ટિકલી રીતે સંપૂર્ણ માહિતી આપેલી હતી.માર્ગદર્શન આપ્યા બાદ ફાયર સેફ્ટીના અધિકારી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના વિદ્યાર્થીઓએ પણ સરસ રીતે જવાબ આપ્યા તથા વિદ્યાર્થીઓએ ફાયર સેફ્ટીના અધિકારીઓને પણ પોતાને મૂંઝવતા પ્રશ્નો પૂછેલા અને તેનું સચોટ માર્ગદર્શન મળેલું
આ સેમિનાર બાદ ગીતાંજલી વિદ્યાલયના સંચાલક રૂપલબેન પનારા દ્વારા મોરબી મહાનગરપાલિકાના ફાયર સેફટી વિભાગના અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.