મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભડીયાદ રોડ ઉપર નઝરબાગ રેલ્વે સ્ટેશન નજીકથી વર્લી મટકાના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સાથે એક ઇસમને સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે
પોલીસે આરોપી જીગ્નેશભાઈ રાજેશભાઇ ચૌહાણ ઉવ.૨૮ રહે.ભડીયાદ રોડ ભડિયાદ કાંટાની બાજુમાં વાળા પાસેથી વર્લી ફિચર્સના અલગ અલગ આંકડા લખેલ ચીઠ્ઠી તેમજ રોકડા ૧,૨૦૦/-સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તેની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

