Wednesday, March 12, 2025

ઉંચી માંડલ નજીક બોલેરોમાં ત્રણ અબોલ જીવને ક્રૂરતાપૂર્વક બાંધી હેરાફેરી કરતા એક પકડાયો.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના ઉંચી માંડલ નજીક બોલેરોમાં પાસ પરમીટ કે આધાર પુરાવા વગર ક્રૂરતાપૂર્વક બાંધી ત્રણ ભેંસ(પાડીઓ)ની હેરાફેરી કરી કતલખાને લઈ જતા બોલેરો ચાલકને મોરબીના ગૌરક્ષકો દ્વારા પકડી લઈને તાલુકા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે. ત્યારે પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી-૨ મહેન્દ્રનગર ચોકડી નજીક નિરાધાર ગૌશાળામાં રહેતા મૂળ જામનગર જીલ્લાના જામજોધપુરના વતની અને મોરબી ગૌરક્ષક દળના સંગઠન મંત્રી ખુશાલભાઈ સુરેશભાઈ વડાલીયા ઉવ.૩૦ એ તાલુકા પોલીસ મથકમાં આરોપી જીવણભાઈ મેઘાભાઈ પેઢારીયા ઉવ.૫૦ રહે.ચાચાપર તા.મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગઈકાલ તા.૧૧/૦૩ના રોજ ખુશાલભાઈ તથા તેની ગૌરક્ષક ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે ઉંચી માંડલ નજીક બોલેરો પીકઅપમાં પશુઓને ભરી કતલખાને લઈ જવાના આવનાર છે, જેથી ખુશાલભાઈ સહિતના ગૌરક્ષક ઉંચી માંડલ ગામ નજીક વોચમાં હોય તે દરમિયાન બોલેરો રજી.નં. જીજે-૩૬-ટી-૧૧૯૧ વાળી કાર ત્યાંથી નીકળતા તેને રોકી બોલેરોના પાછળના ભાગે તલાસી લેતા ત્રણ ભેંસ(પાડીઓ)ને અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધી, અબોલ જીવો માટે ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર તેમજ પશુઓની હેરાફેરી માટે પાસ પરમીટ કે આધાર વગર લઈ જતા હોય, ત્યારે ઉપરોક્ત બોલેરો અને તેના ચાલક જીવણભાઈને તાલુકા પોલીસ મથક ખાતે સોંપવામાં આવ્યા હતા, ત્યારે પોલીસે આરોપી જીવણભાઇ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર