વ્યાજ ની અડધી રકમ ચૂકવી આપેલ હોવા છતાં વ્યાજખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી
દિન પ્રતિ દિન મોરબી જિલ્લાની અંદર વ્યાજખોરોનો તરખાટ વધતો જઈ રહ્યો છે અને અવારનવાર વ્યાજ કરો લોકોને માર મારતા હોય અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ફરિયાદીએ આજે લીધેલ રૂપિયાની અડધી કિંમત એટલે કે અડધા રૂપિયા ફરીયાદીને પરત આપી દીધેલ હોય તેમ છતાં ફરિયાદી પાસે મૂળ રકમની માંગણી કરતા અને ફરિયાદીએ અગાઉ તેમના વિરુદ્ધ વ્યાજ વટાવની ફરિયાદ દાખલ કરેલ હોય તેનો ખાર રાખી આરોપીએ ફરિયાદીને ફોનમાં જેમ ફાવે તેમ ભૂંડા બોલી ગાળો આપે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ મોરબીના નાની કેનાલ રોડ અવધ ચારમાં રહેતા ફરિયાદી ગૌરવભાઈ દલસુખભાઈ કાવર એ આરોપી ભરત ઉર્ફે બીકે બોરીચા વિરુદ્ધ મોરબી સિટી એડમિશન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે તેમને આ કામના આરોપી ભરત પાસેથી અગાઉ વ્યાજે રૂપિયા લીધેલ હોય અને અડધા રૂપિયાની ભરપાઈ કરી આપેલ હોય છતાં આ કામના આરોપી ફરજ એ તેમને ફોન કરી અગાઉ કરેલ વ્યાજ વટાવના કેસનો ખાર રાખીને ભુંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે