Monday, March 10, 2025

શરમ કરો: મોરબીના નેહરુ ગેટ ચોકમાં મહિલા સૌચાલયનો અભાવ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજે એક તરફ સમગ્ર દેશમાં આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી નેહરુ ગેટ ચોકમાં લેડીસ સૌચાલયનો અભાવ જોવા મળી રહ્યો છે અને જે સૌચાલય નેહરુ ગેટ ચોકમાં આવેલ છે તે ખંઢેર હાલતમાં છે. જેના કારણે મહિલાઓનો‌ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો શું આ બાબતે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને મ્યુનિસિપલ કમિશ્નર મહિલાઓની વેદના સાંભળશે અને તાત્કાલિક સૌચાલય બનાવાવમાં આવે તેવી સામાજિક કાર્યકરોની માંગ.

મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરેને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી નહેરુ ગેઈટના ચોકમાં લેડીસ સૌચાલય ખંઢેર હાલતમાં છે એક તરફ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રીને ભુપેન્દ્ર પટેલ એમ કહે છે કે ઘર ઘર સૌચાયલ તો નહેરુ ગેઈટના ચોકની અંદરજ શોભાના ગાંઠીયા જેવું ખંઢેર હાલતમાં સૌચાલય છે. ઘેર ઘેર જાહેર સૌચાલય બનાવો તો લાખો ના ખર્ચે સૌચાલયો બનાવ્યા હોવા છતા તમામ સૌચાલય ખંઢેર હાલતમાં છે અને કોઈ દેખભાળ કરવા વાળા પણ અહીંયા નથી તો અહીંય કોઈ પ્રાઇવેટ પાર્ટીને આ સોચાલયનું મેનેજમેન્ટ આપી દો જેથી કરીને અહીં સૌચાલય સાફ-સફાઇ થાય અને ગંદકી ન થાય અને કોઈ વસ્તુની ચોરી પણ ન થાય કેમ કે હવેતો મોરબી શહેરને મહાનગરપાલીકાનો દરજજો આપવામાં આવેલ છે પરંતુ અહીંયા તો પ્રાથમિક સુવિધાઓ થી પણ આમ જનતા વંચીત છે તો તાત્કાલીક ધોરણે સૌચાલયને સાફ-સફાઈ કરાવો અને કોઇ પ્રાઇવેટ પાર્ટીને સોપો જેથી કરીને રેગ્યુલર સાફ-સફાઇ થાય અને ગામડા તથા શહેરની આમ મહિલાઓને તકલીફ ન પડે તો આ અરજીને ઘ્યાને લઈને કાન્તીભાઈ અમૃતિયા ધારાસભ્ય, કમિશ્નર મહાનગરપાલિકા ના લાગતા વળગતા અધિકારીઓને તાત્કાલીક હુંકમ કરી આ બાબતે યોગ્ય કરવા સામાજીક કાર્યકરોની માંગ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર