મોરબીના ત્રાજપરમાથી વિદેશી દારૂની 50 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી શહેરમાં વિદેશી દારૂની પુર જોશમાં હેરાફેરી ચાલી રહી છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારીમાથી વિદેશી દારૂની ૫૦ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારીમાથી વિદેશી દારૂની બોટલ નંગ-૫૦ કિં રૂ. ૧૦૪૮૦ ના મુદ્દામાલ સાથે આરોપી નિલેશભાઈ ભરતભાઈ ડાભી (ઉ.વ.૨૦) રહે. રામકુવા વાડી શેરી ત્રાજપર ખારી મોરબીવાળાને પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.