લગ્નની લાલચ આપી રૂ. એક લાખની છેતરપીંડી આચરનાર મુખ્ય સ્ત્રી આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડી
ટંકારામાં લગ્નની લાલચ આપી રૂપીયા-૧,૦૦,૦૦૦/- પડાવી છેતરપીંડી આચરી છેલ્લા ત્રણેક મહીનાથી ફરાર મુખ્ય સ્ત્રી આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડ્યું છે.
ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થયેલ કે ફરીયાદીને લગ્નની લાલચ આપી ફરીયાદી સાથે ફુલહાર કરાવી ફરીયાદી પાસેથી આરોપીઓએ રૂપીયા-૧,૦૦,૦૦૦/- પડાવી છેતરપીંડી આચરેલ હોય જે ગુનામાં અગાઉ સ્ત્રી આરોપી સહીત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી. જે ગુનામાં મુખ્ય સ્ત્રી આરોપી જોશનાબેન મકવાણા રહે. રાજકોટ વાળી છેલ્લા ત્રણેક મહીનાથી ફરાર હોય જે ટંકારા ટાઉન વિસ્તારમાં આવેલ હોવાની પોલીસને બાતમી મળતા બાતમીના આધારે મહીલા આરોપી જોશનાબેન ગુલાબભાઇ મનજીભાઇ મકવાણા રહે. હાલ ગોંડલ ચોકડી, પેટ્રોલ પંપ પાસે ઝુપડામાં, રાજકોટ મુળ ગામ જારીયા તા.ધ્રોલ જી.જામનગર વાળીને પકડી મહીલા આરોપી પાસેથી ગુનામાં છેતરપીંડી આચરી પડાવેલ રોકડા રૂપીયા પૈકી રોકડા રૂપીયા-૨૫,૦૦૦/- તથા અન્ય મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.