બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત અનાથ દિકરીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરાઈ
જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત ‘અનાથ દિકરીઓને શૈક્ષણિક કીટ વિતરણ’ કાર્યક્રમનું આયોજન કલેકટર કચેરીના સભાખંડ ખાતે ‘અનાથ દિકરીઓને શૈક્ષણિક કીટ વિતરણ’ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને આયોજિત કરવામાં આવેલ હતો.
જેમાં આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્યથી કરવામાં આવેલ હતી કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ માર્ગદર્શન આપતા કહ્યું કે કારકિર્દી ઘડતર માટે સતત અભ્યાસ અને નિશ્ચિત ધ્યેય જરૂરી છે અને વિશેષમાં સરકારના તમામ લાભ અર્થે આપને જયારે જરૂરિયાત જણાય ત્યારે જિલ્લા વહીવટી તંત્ર મદદ કરવા સતત તત્પર છે તેવું જણાવવામાં આવ્યું હતું.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી દ્વારા શાબ્દિક સ્વાગત કરેલ ત્યારબાદ જિલ્લા નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર દ્વારા દીકરીઓમાં શિક્ષણના મહત્વ વિશે સંદેશો આપેલ. ઉપસ્થિત દીકરીઓને જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી તથા જિલ્લા નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચરના હસ્તે અનાથ દિકરીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ શેરસીયા, ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન મોરબી સ્ટાફ તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી સ્ટાફ હાજર રહ્યા હતા.