મોરબી: પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે વડોદરા જેલ હવાલે કરાયો
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુના સંડોવાયેલ ઇસમને પાસા એકટ હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે મોરબી તાલુકા પોલીસે મોકલી આપેલ છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમ આરોપી ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા (ઉ.વ-૪૪) રહે. જુના નાગડાવાસ તા-જી મોરબી વાળાનુ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય, જે ઇસમ ને સત્વરે અટકાયત કરવા માટે મોરબી ડીવીઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક સારડાના માર્ગદર્શન હેઠળ સાથે મોરબી તાલુકા પોલીસની એક ટીમ બનાવી આરોપી ભાવેશભાઇ ઉર્ફે મુન્નાને પાસા એકટ હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરેલ છે.