મોરબી જીલ્લાના તમામ ગામડાઓમાં એસટી બસના રૂટ તાત્કાલિક ચાલુ કરવા કોંગ્રેસની માંગ
મોરબી એસટી ડેપોમાં ડ્રાઈવર અને કન્ડક્ટરની ઘક સર્જાતા મોરબી જીલ્લામાં તમામ ગામડાઓમાં રૂટ અનિયમિત થઈ ગયેલ છે જેથી આ રૂટ તાત્કાલિક શરું કરવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ વાહાન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી ડેપોમાં છેલ્લા ઘણા સમયથી ડ્રાઈવર તથા કન્ડકટરોની મોટા પ્રમાણમાં ઘટ છે. જે એસ.ટી. ડેપો મેનેજર સાથે ટેલીફોનીક ચર્ચા કરતા જાણવા મળેલ છે. આ ઘટના કારણે મોરબી જીલ્લાના તમામ ગામડાઓના રૂટો અનિયમિત થઈ ગયેલ છે. જેના કારણે વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ તેમજ લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
મોરબી જીલ્લાના તમામ ગામડાઓમાં અનિયમિત રૂટોના કારણે વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ સમયસર જે તે સ્થળોએ પહોંચી શક્તા નથી. જેના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણમાં મુશ્કેલી પડે છે અને ધંધાકીય લોકોને આર્થિક નુકશાનીનો સામનો કરવો પડે છે. જેથી તાત્કાલીક ધોરણે અનિયમિત રૂટો ચાલુ કરાવવા અને મોરબી ડેપોમાં ડ્રાઈવર તથા કન્ડક્ટરો ફાળવી આપવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે માંગ કરી છે.