મોરબી તાલુકાના જેતપર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે વણકર વાસમાં રહેતા મયુર ધનજીભાઈ પરમાર (ઉ.વ.૨૫) નામના યુવકે પોતાના ઘરે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

