મોરબીમાં રહેણાંક મકાનમાંથી ચોરી કરનાર બે ઈસમો ઝડપાયા; 13.40નો મુદ્દામાલ કરાયો જપ્ત
મોરબી શહેરમાં શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી રોકડ તથા દાગીનાની ચોરી કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડી કુલ રૂ. 13,40,000 નો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે જપ્ત કર્યો છે.
મોરબી શનાળા રોડ ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ સતેશ્વર મહાદેવ મંદિરની બાજુમા રહેતા હસમુખભાઇ લખમણભાઇ કોઠીયાએ પોતાના નવા રહેણાંક મકાનમા સામાન ફેરવેલ તે દરમ્યાન સોનાના દાગીના તેમજ રોકડા રૂપીયા ભરેલ થેલા ભાડે રહેતા મકાનમા ભુલાઇ ગયેલ હોય જે મકાન પાડવા મજુર લોકોને આપેલ હોય જે મજુરો એ થેલાની ચોરી કરી તેમાથી રોકડ રૂ.૩,૨૦, ૦૦૦/- તથા સોનાના દાગીના કિ.૧૦, ૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૧૩,૪૦,૦૦૦/-ની ચોરી થયાનો ગુન્હો મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ હોય.
આરોપીને ઝડપી પાડવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ તપાસમા હોય તે દરમ્યાન બાતમી મળેલ કે મકાનમા ચોરી થયેલ તેમા કામ કરવા આવેલ મજુરો હોવાની બાતમી મળતા મજુરો ની પુછપરછ કરતા તેને જણાવેલ કે તેઓ મકાન પાડવા આવેલ ત્યારે મકાનમા એક થેલો હોય તેમા રોકડા રૂપીયા તેમજ સોનાના દાગીના મળી આવતા તેની ચોરી કરી લીધેલ હોવાની કબુલાત આપેલ હોય અને ચોરી કરેલ દાગીના તેના દલવાડી સર્કલ કેનાલ પાસે આવેલ ઝુપડામા છુપાવેલ હોવાનુ જણાવતા આરોપીના ઝુપડામાથી ચોરીમા ગયેલ તમામ સોનાના દાગીના કિ.રૂ.૧૦,૨૦,૦૦૦/- તથા રોકડા રૂ.૩,૨૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૩,૪૦,૦૦૦/-નો મુદામાલ કબ્જે કરી આરોપી રાકેશભાઇ વાગુભાઇ ભીલાભાઇ નીનામા તથા મુકેશભાઇ વાગુભાઇ ભીલાભાઇ નીનામ રહે.બંને બાયપાસ દલવાડી સર્કલ મુળરહે. જાંબુખંદન તા.બાજના જી.રતલામ એમ.પીવાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ અન્ય એક શખ્સ જયોતિબેન રાકેશભાઇ વાગુભાઇ નીનામા રહે.મોરબી કંડલા બાયપાસ મુળરહે.જાંબખાદ તા.બાજના જી.રતલામ એમ.પીવાળુનુ નાંમ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.