હળવદના ગોલાસણ ગામેથી દેશી દારૂ બનાવવાનો 4600 લી. ઠંડા આથ્થાનો જથ્થો ઝડપાયો
હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં આવેલ વાડીમાંથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર ૪૬૦૦ કિ.રૂ.૧,૧૫,૦૦૦/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે, મનુભાઇ સજુભાઇ ખાંભળીયા રહે.ગોલાસણ તા.હળવદ જી.મોરબી વાળો પોતાની ગોલાસણ ગામની સીમમાં ટાવરવાળા રસ્તે આવેલ પોતાના કબ્જા ભોગવટા વાળી વાડીમાં દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવે છે તેવી માહિતી મળેલ હોય જે બાતમીના આધારે ઇસમની વાડીએ પ્રોહી અંગે રેઇડ કરી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર ૪૬૦૦ કિ.રૂ.૧,૧૫,૦૦૦/-નો મુદામાલ ઝડપી પાડી આરોપી ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.