લેન્કો એલમની એસો. દ્વારા L.E કોલેજ મોરબી ખાતે 14મુ ગોલ્ડ મેડલ ફંકશન યોજાશે
મોરબી: લેન્કો એલમની એસોસિયેશન દ્વારા મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજમાંથી તાજેતરમાં અભ્યાસ પુર્ણ કર્યો છે તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમણે પોતાના વિષયમાં કે બ્રાન્ચમાં ટોપ કર્યું છે તેમને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવા માટે આગામી તારીખ ૦૫-૦૩-૨૦૨૫ ને બુધવાર ના રોજ ૧૪માં ગોલ્ડ મેડલ એવોર્ડ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ગોલ્ડ મેડલ એવોર્ડ ફંકશન સાથે લખધીરજી એન્જીન્યરીંગ કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થીઓના ગેટ ટુ ગેધરનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પી. એસ. પી. પ્રોજેક્ટસ પ્રાઈવેટ લિમિટેડના પ્રહલાદભાઈ પટેલ છે જેઓ પણ આ કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થી છે. ઉપરાંત લેન્કો એલમની એસોસિયેશનના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અને હર્ષા એન્જીનીયર્સના મેનેજીંગ ડીરેકટર હરીશભાઈ રંગવાલા તથા એલ. ઈ. કોલેજ મોરબીના પ્રિન્સીપાલ ડો. આર. કે. મેવાડા કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારશે. દેશ વિદેશમાં વસતા એલ. ઈ. કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ આ તકે પોતાની માતૃસંસ્થા ખાતે જુના સંસ્મરણો તાજા કરવા અને કોલેજ કાળના મિત્રોને મળવા ખુબ જ ઉત્સાહથી આવશે એવું સંસ્થાના સેક્રેટરી એન આર હુંબલ અને જયદેવ શાહની યાદીમાં જણાવાયુ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન ના પ્રેસિડેન્ટ અમૃત મેનપરા, તથા હસમુખ ઉભડીયા, પરેશ પટેલ સહિતના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.