Friday, February 28, 2025

મુસ્કાન વેલફેર સોસાયટી મોરબી દ્વારા 15 વૃદ્ધ માતાઓને 12 મહિનાની રાશનકીટ વિતરણ કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મુસ્કાન વેલફેર સોસાયટી મોરબી દ્વારા સમાજ સેવા અંતર્ગત તા 27 ના રોજ મોરબી -1 અને મોરબી -2 માટે “અડોપ્શન ઓફ માં” પ્રોજેક્ટ હેઠળ 15 વૃદ્ધ માતાઓને પુનઃ 12 મહિનાં સુધી બેઝિક રાશન કીટ આપવાનીમાં આવી હતી. ગત વર્ષે પણ આ પ્રોજેક્ટ હેઠળ ૬ વૃદ્ધ માતાઓને આ કીટ આપવામાં આવી હતી.

આ યોજના હેઠળ જરૂરિયાતમંદ વૃદ્ધ માતાઓને દર મહિને જીવન જરૂરી રાશન સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી તેઓ તેમની દૈનિક જીવનનિર્વાહ સરળતાથી કરી શકે. અને પેટનો ખાડો પુરવા ક્યાંય લાચારી ન કરવી પડે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વૃદ્ધ માતાઓને માન-સન્માન અને સહાયતા પ્રદાન કરવો છે.

મુસ્કાન વેલફેર સોસાયટી લાંબા સમયથી અનેક પ્રકારના સેવાપ્રકલ્પો હાથ ધરી સમાજના જરૂરિયાત વર્ગોની સેવા માટે સમર્પિત છે અને ભવિષ્યમાં પણ આવી સામાજિક કલ્યાણકારી યોજનાઓ ચાલુ રાખશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર