મોરબીના જેતપર ગામે શરીરે દાઝી જતાં પરિણીતાનું મોત
મોરબી તાલુકાના જેતપર ગામે વણકર વાસમાં પોતાના રહેણાંક મકાને ગરમ પાણી કરતી વખતે સાડીમાં આગ લાગી દાઝી જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ગીતાબેન પ્રવિણભાઇ પરમાર (ઉ.વ.૩૬) નામની પરિણિતા જેતપર ગામે પોતાના રહેણાંક મકાને ફળીયામાં પાણી ગરમ કરવા સારૂ ચુલામાં આગ પેટાવેલ હોય જે આગમાં પોતાની સાડીનો છેડો આગમાં અડી જતા કપડા બાદ શરીરે દાઝી જતા પ્રથમ સારવાર જેતપર સી.એચ.સી. સેન્ટર બાદ વધુ સારવાર મોરબી સરકારી હોસ્પિટલે બાદ વધુ સારવાર રાજકોટ સરકારી હોસ્પિટલે સારવાર દરમ્યાન અક્સ્માતે આખા શરીરે સખત રીતે દાઝી જવાના કારણે પરિણિતાનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.