ટંકારાના ધ્રુવનગર ગામ નજીક રોડ પર કારે હડફેટે લેતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત
ટંકારા મોરબી હાઈવે રોડ ઉપર ધ્રુવનગર ગામ નજીક મામાદેવના મંદિર સામે રોડ પર અલ્ટો કારે હડફેટે લેતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ બનાવ અંગે આરોપી કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજકોટના પરા પીપળીયા ગામે રહેતા અર્જૂનદાન શક્તિદાન બાટી (ઉ.વ.૨૮) એ આરોપી અલ્ટો કાર રજીસ્ટર નંબર -જીજે-૦૩-એન.પી.-૯૧૪૬ ના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલા વાળી અલ્ટો કાર રજી નં. GJ-03-NP-9146 વાળી પુરઝડપે અને બેદરકારીથી ચલાવી ફરીયાદિના મમ્મી ક્રિષ્નાબેનને પાછળથી હડફેટે લઇ રોડની બાજુની લોખંડની રેલીંગ સાથે ભટકાડી માથામા ગંભીર ઇજાઓ કરી સ્થળ ઉપરથી પોતાના હવાલા વાળી અલ્ટો કાર લઇ નાસી જતા આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.