શ્રી ભીમનાથ મહાદેવ મંદિરના મહંત સોમદત્ત બાપુની રક્ત તુલા યોજાઈ
ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ પૌરાણિક ભીમનાથ મહાદેવનું મંદિર આવેલ છે ત્યાંના મહંત શ્રી કામધેનુ વિસામો લજાઈના સ્થાપક સોમદત્ત બાપા પોતાની 22 વર્ષની ઉંમરમાં લજાઈ ગૌશાળાની સ્થાપના કરી હતી.
આજે પણ આ સેવા અવિરત ચાલુ છે જેમાંથી પ્રેરણા લઈ મોરબી જિલ્લામાં ઘણી બધી ગૌ સેવાઓ થઈ રહી છે તેઓએ ઈ સ 1967 માં ગામના ગોંદરે સંકલ્પ કર્યો હતો અમારી ગાય કતલખાને કદી ન જાય તે સંકલ્પ ની સેવા આજે પણ ચાલે છે પૂજ્ય સોહમ દત્ત બાપા નો ઋણ ચૂકવવા લજાઈ ગામ સમસ્ત બાપાની રક્ત તુલા કરી રૂણમાંથી મુક્ત થવા આયોજન થયું હતું આ રક્તદાન કેમ્પમાં સિવિલ હોસ્પિટલ કેન્સર વિભાગ અમદાવાદ અને સદભાવના પાટીદાર ટ્રસ્ટ અમદાવાદ તથા લાઈફ લેબોરેટરી રાજકોટને અર્પણ કરવામાં આવ્યું હતું
આ આયોજનમાં સહમદત્ત બાપા નો વજન 92 કિલો છે અને રક્તદાન કેમ્પમાં 402 બોટલ એક થી થઈ હતી આ કાર્યક્રમમાં નકલંગ મંદિરના મહંત દામજી ભગત જોગ આશ્રમ મહંત રંજન રામ તથા પીપુદાસ માતાજી છગન ભગતે હાજરી આપી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લજાઈ ગામના સેવાભાવી યુવાનો આજુબાજુના ગૌસેવા મંડળ સેવાભાવી મંડળો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ શ્રી ભીમનાથ મહાદેવ મંદિર દ્વારા આવતા દર્શનાર્થો માટે ફરાર મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી જેમાં અંદાજિત 3500 માણસો પ્રસાદ લીધો હતો .આ સેવાના કાર્યક્રમોને સફળ બનાવવા સહયોગીનો ભીમનાથ મહાદેવ મંદિર ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો.