મોરબીના ગાળા ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો
મોરબી શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વિદેશી દારૂની રેલમછેલ બોલી રહી છે ત્યારે મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયા સામે રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયા સામે રોડ પરથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ.૬૭૩ ના મુદ્દામાલ સાથે આરોપી દિલીપભાઈ બચુજી સોલંકી (ઉ.વ.૨૮) મૂળ રહે બનાસકાંઠા હાલ રહે. ભીમસર વડવાળા હોટલ પાસે ભીમસર તા. માળીયાવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.