મોરબીના નવલખી ઓવર બ્રીજ નીચેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી શહેરમાં બાઈક ચોરીની ઘટના દિવસે દિવસે વધતી જઈ રહી છે ત્યારે મોરબીના નવલખી ઓવર બ્રીજ નીચેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ પર તુલસી બી એપાર્ટમેન્ટ શક્તિ ટાઉનશિપમાં -૦૨ બ્લોક નં -૮૦૨ માં રહેતા સુરેશભાઈ રામજીભાઈ જાવીયા (ઉ.વ.૫૩) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના નવલખી ઓવર બ્રીજ નીચેથી ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-ડીએચ-૬૧૦૦ જેની કિંમત રૂ.૧૫,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.