રાજકોટ મોરબી હાઈવે પર કારમાં નશાની હાલતમાં સ્ટંટ કરનાર ઈસમને ઝડપી પાડતી ટંકારા પોલીસ
રાજકોટ-મોરબી હાઇવે રોડ, ઉપર સ્વીફટ કારમાં નશાની હાલતમાં સ્ટંટ કરનાર ઇસમને પકડી પાડી ટંકારા પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા પોલીસ સ્ટાફની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના ડેમી ડેમ-02 ના બારનાલા ઉપર સ્વીટકાર નંબર-GJ-36-AL-3047 ના ચાલકે નશાની હાલતમાં આઇસર ટ્રકના ઠાઠાના ભાગે અકસ્માત કરેલ હોય જે વાહન ચાલક આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હો રજીસ્ટર કરી તપાસ દરમ્યાન જાણવા મળેલ હોય કે, વાહન ચાલક આરોપીના કબ્જા વાળી સફેદ કલરની સ્વિફટ કાર જેના રજીસ્ટર નં-GJ-36-AL-3047 વાળી રાજકોટ-મોરબી હાઇવે રોડ, ઉપર સ્વીફટ કારમાં નશાની હાલતમાં જોખમી રીતે ફોર વ્હીલ કાર ચલાવીને રાજકોટ થી મોરબી તરફના હાઇવે રોડ પર પોતાની સ્વિફટ કાર ચલાવીને સ્ટંટ કરનાર ઇસમ જાવેદભાઇ ઇસ્માઇલભાઇ સૈચા (ઉ.વ. ૩૨) રહે. રણછોડનગર સાઇબાબાના મંદિર પાસે મોરબીવાળાને પકડી પાડી હોય જેનો વિડીયો સોશીયલ મીડીયામાં વાઇરલ થયેલ હોય જે કાર શોધી કાઢી તેમજ આરોપી વિરૂધ્ધ ટંકારા પોલીસ મથકમાં બી.એન.એસ. કલમ-૨૮૧,૩૨૪(૪) તથા એમ.વી.એકટ કલમ- ૧૭૭,૧૮૪, ૧૮૫,૩-૧૮૧ મુજબ ગુન્હો નોંધી કાયદેરસની કાર્યવાહી હાથ ધરેલ છે.