Saturday, April 26, 2025

ટંકારામાં શનીવારી બજારમાંથી મોબાઈલ ચોરી કરનાર ઈસમને ઝડપી પાડતી ટંકારા પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારાની લતીપર ચોકડી પાસે ભરાતી શનીવારી બજારમાંથી મોબાઈલ ફોન ચોરી કરનાર ઇસમને ટંકારા તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફના ટંકારા પોલીસ સ્ટેશન સામે વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે, ટંકારા પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ફોન ચોરી કરનાર ઇસમ નંબર પ્લેટ વગરનુ એકટીવા મોટરસાયકલ ચલાવી રાજકોટ થી મોરબી તરફ જતો હોવાની બાતમીના આધારે વોચ તપાસમાં રોકાયેલ દરમ્યાન એક ઇસમ નંબર પ્લેટ વગરના એકટીવા મોટરસાયકલ સાથે મળી આવતા જે એકટીવાની ડેકીમાં તપાસ કરતા મોબાઇલ ફોન મળી આવતા જે મોબાઇલ ફોનના બીલ આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવતા પોકેટકોપ મોબાઇલ ફોન એપ્લીકેશનમાં મોબાઇલ ફોનના આઇ.એમ.ઇ.આઈ. નંબર સર્ચ કરી જોતા મોબાઇલ ફોન ટંકારા પોલીસ સ્ટેશનમાં ચોરીમાં ગયેલ તે હોવાનું આવતા ઇસમની સઘન વધુ પુછપરછ કરતા ટંકારા લતીપર ચોકડીએ શનીવારી બજારમાં માણસોની ગીરદીનો લાભ લઇ વ્યકિતના ખીસ્સામાંથી મોબાઇલ ફોન ચોરી કરેલાની કબુલાત આપતા ઇસમ અક્વિનભાઇ મગનભાઈ મકવાણા (ઉ.વ. ૩૬) રહે. હાલ ભુતખાના ચોક વિજય પ્લોટ-૨૫ રાજકોટવાળાને realme કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કી.રૂ. ૮,૫૦૦/- તથા નંબર પ્લેટ વગરનુ એકટીવા મો.સા. કી.રૂ. ૨૫,૦૦૦/- કુલ કિં રૂ. ૩૩,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર